રવિવાર, 29 ડિસેમ્બર, 2019

એકમ કસોટી માર્ગદર્શન

28/12/2019 ના રોજ ડાયટ પાટણ ના સિનિયર લેકચરર શ્રી પીનલબેન દ્વારા શાળા મુલાકાત કરવામાં આવી જેમાં પીનલબેન દ્વારા એકમ કસોટી ,ભાષા દીપ, પ્રજ્ઞા વર્ગખંડ મુલાકાત અને ચકાસણી કરી શાળાને જરૂરી માર્ગદર્શન આપેલ. શાળા પરિવાર બેનશ્રીનો આભાર માને છે

ગુણોત્સવ 2.0

ગુણોત્સવ 2.0 અંતર્ગત શ્રી મિતેશભાઈ પંચાલ સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કુણઘેર કુમાર પગાર કેન્દ્ર શાળામાં26/12/2019 અને 27 /12/2019 એમ બે દિવસ શાળા મુલાકાત કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ. શાળા પરિવાર સ્કૂલ ઇન્સ્પેક્ટર મિતેશભાઈ પંચાલ નો આભાર માને છે

શનિવાર, 28 ડિસેમ્બર, 2019

તિથી ભોજન


આજરોજ તારીખ 28 12 2019 ને શનિવાર ના રોજ કુણઘેર કુમાર પગાર કેન્દ્ર શાળા ના શિક્ષિકા બેનશ્રી તારાબેન સોમાભાઈ પટેલ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓ ને તિથી ભોજન આપવામાં આવેલ. શાળા પરિવાર બેનશ્રીનો આભાર માને છે

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2019

વાંચન પ્રવૃત્તિ



ભાષા શિક્ષકશ્રી હસમુખભાઈ પરમાર અને રસ્મિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ભાષા કોર્નર રીસેસ સમય સદુપયોગ કરી ઈતર વાંચન કરતા વિદ્યાર્થીઓ..

વિદ્યાર્થીઓ દ્વારા અંગુલીમાલ નાટક




સામાજિક વિજ્ઞાનના શિક્ષક કપીલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન બુદ્ધ એકમ અન્વયે  અંગુલીમાલ નાટક પ્રાર્થનાસભામાં ભજવવામાં આવેલ.

લોક સહયોગ દ્વારા ધોરણ ૫ વિદ્યાર્થી સ્વેટર વિતરણ

ધોરણ ૫ વર્ગશિક્ષક શ્રીમતી નાયક સરોજબેન વાસુદેવભાઈ ના વિશેષ પ્રયત્નથી નાયક જસ્મીના જયેશભાઈ દ્વારા ધોરણ ૫ ના ૨૪ વિદ્યાર્થીઓને શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે સ્વેટર આપવામાં આવેલ.
શાળા પરિવાર દાતાશ્રીનો આભારી છે.