શનિવાર, 10 જૂન, 2023

SMC રચના ૨૦૨૩૨૪

 

તારીખ ૦૮/૦૬/૨૦૨૩ને ગુરુવારના રોજ કુણઘેર કુમાર પગાર કેન્દ્ર શાળામાં વાલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગત વર્ષની શાળાની સિદ્ધિ અને સરકારશ્રી દ્વારા અમલીકૃત યોજનાઓ અને લાભની ચર્ચા કરવામાં આવી તેમજ SMC પુનઃ રચના વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ માટે શાળામાં અભ્યાસ કરતા વાલીના 9 (નવ ) સભ્યો પસંદગી માટે કાર્યવાહી કરવામાં આવી જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વર્ગના વાલીનો નિયમ મુજબ સમાવેશ થાય તેવો વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો. વધુમાં વાલી બેઠકમાં  શ્રી પરાગજી રાજપૂત અને રણજીતસિંહની વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. તમામ ઉપસ્થિત ગ્રામજનોનો શાળા પરિવાર આભારી છે.