તા- ૨૪/૧૨/૨૦૨૨ને શનિવારે ઝઝામ પગાર કેન્દ્ર શાળા, તા- સાંતલપુર, જિ- પાટણ ખાતે તા- ૩૧/૧૦/૨૦૨૨ના રોજ વયનિવૃત થયેલ ગામના શિક્ષકશ્રી પરખાભાઇ સોલંકીનો ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા વિદાય સત્કાર સમારંભ યોજવામાં આવેલ. જેમાં ગ્રામજનો દ્વારા સોનાની વીંટી દ્વારા નિવૃત શિક્ષકશ્રીની કામગીરી બિરદાવવામાં આવેલ. શાળા પરિવાર અને પગાર કેન્દ્ર શાળાના અને તાલુકાના શિક્ષકશ્રી દ્વારા પણ શ્રી પરખાભાઈનું સન્માન કરી તેમની કામગીરી બિરદાવી તેમના નિવૃત્તિ બાદનું જીવન નીરોગી અને દીર્ઘાયુ બને તેવા આશીર્વાદ આપવામાં આવ્યા.